Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી જાણો કોણ લડશે ચૂંટણી, તમામ નેતાઓએ સર્વાનુમતે એક જ નામનો મૂક્યો પ્રસ્તાવ

રાજ્યમાં વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Election)ના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે ઉમેદવારોની પસંદગીને લઈને ભાજપે સેન્સ લેવાની આજથી શરૂઆત કરી છે. આજથી ત્રણ દિવસ નિરીક્ષકો દ્વારા તમામ મહાનગરો અને જિલ્લાઓમાં સેન્સ લેવાની પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે. જે અંતર્ગત અમદાવાદ(Ahmedabad)ની બેઠકો પર સેન્સ લેવામાં આવી. જેમાં અમુક બેઠકો પર 15થી 20 જેટલા દાવેદારો સામે આવ્યો. વાત કરીએ ઘાટલોડિયા બેઠકની તો ઘાટલોડિયા બેઠક
અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી જાણો કોણ લડશે ચૂંટણી  તમામ નેતાઓએ સર્વાનુમતે એક જ નામનો મૂક્યો પ્રસ્તાવ
રાજ્યમાં વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Election)ના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે ઉમેદવારોની પસંદગીને લઈને ભાજપે સેન્સ લેવાની આજથી શરૂઆત કરી છે. આજથી ત્રણ દિવસ નિરીક્ષકો દ્વારા તમામ મહાનગરો અને જિલ્લાઓમાં સેન્સ લેવાની પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે. જે અંતર્ગત અમદાવાદ(Ahmedabad)ની બેઠકો પર સેન્સ લેવામાં આવી. જેમાં અમુક બેઠકો પર 15થી 20 જેટલા દાવેદારો સામે આવ્યો. વાત કરીએ ઘાટલોડિયા બેઠકની તો ઘાટલોડિયા બેઠક પરથી તમામ નેતાઓએ ભૂપેન્દ્રભાઈ પટેલ (Bhupendrabhai Patel)નું નામ સૂચવ્યુ છે. આ બેઠક પરથી સહુએ સર્વાનુમતે મુખ્યમંત્રીશ્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નામ પર પ્રસ્તાવ મુક્યો હતો. જેના પરિણામે ઘાટલોડિયા બેઠક પર માત્ર એક જ નામ સામે આવ્યુ છે. તમામ નેતાઓએ ભૂપેન્દ્રભાઈ પટેલનું જ નામ સૂચવ્યુ હતુ.
ઘાટલોડિયા બેઠક માટે સર્વાનુમતે ભૂપેન્દ્રભાઈ પટેલના નામનો પ્રસ્તાવ
અમદાવાદ શહેરની પશ્ચિમ વિધાનસભા બેઠકોમાં ઘાટલોડિયા, સાબરમતી અને વેજલપુર બેઠકો ભાજપનો ગઢ ગણાય છે. જેમાં ઘાટલોડિયા બેઠક પર સર્વાનુમતે ભૂપેન્દ્ર પટેલના નામનો જ પ્રસ્તાન રજૂ થયો. જ્યારે સાબરમતી બેઠક પર 10થી વધુ દાવેદારોએ ટિકિટની માગ કરી છે. આ સિવાય કુબેરનગર વોર્ડના સંગઠન મહામંત્રી રાજેશ દારડા, શહેર ભાજપ મહિલા ઉપપ્રમુખ આશા તેજવાણી અને શહેર ભાજપ સેલના સંયોજક વિનોદ આશનાણીએ ટિકિટની દાવેદારી નોંધાવી છે.
અમદાવાદની 8 બેઠકો પર સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં વેજલપુર, સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા, અસારવા, નરોડા, દરિયાપુર અને દાણીલીમડા બેઠકો પર કાર્યકર્તાઓની સેન્સ લેવામાં આવી. નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની આ પ્રક્રિયા આવતીકાલે પણ શરૂ રહેશે.
નારણપુરા બેઠક માટે 25 દાવેદાર
નારણપુરા બેઠક પર સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં નારણપુરામાં ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલે દાવેદારી નોંધાવી તો શહેર ભાજપ મહામંત્રી જીતુ ભગતે પણ દાવેદારી કરી હતી. કુલ મળીને નારણપુરા બેઠક પરથી 25 જેટલા ઉમેદવારે દાવેદારી કરી છે. રાણીપ બેઠક પર હર્ષદ પટેલે દાવેદારી નોંધાવી છે તો પૂર્વ મેયર ગૌતમ શાહે પણ દાવેદારી નોંધાવી છે.
સાબરમતીમાં હર્ષદ પટેલ અને નરેન્દ્ર શાહે પણ ટિકિટની માગ કરી 
સાબરમતીમાં બે ટર્મથી ધારાસભ્ય અરવિંદ પટેલ અને કોર્પોરેટર દશરથ પટેલે ટિકિટ માગી છે. હર્ષદ પટેલ અને નરેન્દ્ર શાહે પણ ટિકિટની માગ કરી છે. આ તરફ નરોડા બેઠક પર વર્તમાન ધારાસભ્ય બલરામ થાવાણીએ ટિકિટ માગી છે. પૂર્વ મંત્રી નિર્મલા વાઘવાણીએ પણ ટિકિટ માટે દાવેદારી કરી છે. જ્યારે AMTSના ચેરમેન વલ્લભ પટેલે ટિકિટ માગી છે. ઉપરાંત સામાજિક કાર્યકર ડિમ્પલ બ્રિન્ડાનીએ પણ ટિકિટની માગણી કરી છે. આ સહિત કુબેરનગર વોર્ડના સંગઠન મહામંત્રી રાજેશ દારડાએ, શહેર ભાજપ મહિલા ઉપપ્રમુખ આશા તેજવાણી અને શહેર ભાજપ સેલના સંયોજક વિનોદ આશનાણીએ ટિકિટની દાવેદારી નોંધાવી છે.
દરિયાપુર વિધાનસભા બેઠક સેન્સ પૂર્ણ થઈ
અમદાવાદના દરિયાપુર વિધાનસભા બેઠક સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ જેમાં દરિયાપુર વિધાનસભા ખાતે 60 થી વધુ દાવેદારી નોંધાવી  ગિરીશ પરમાર પૂર્વ શ્રમ અને રોજગાર મંત્રીએ નોંધાવી દાવેદારી
અમદાવાદની ચારેય બેઠકો પરથી 200 થી વધુએ દાવેદારી નોંધાવી
BJP દ્વારા 182 વિધાનસભા બેઠકો પર સેન્સની પ્રક્રિયા આજથી શરૂ કરવામાં  આવી  છે આજે પ્રથમ દિવસે અમદાવાદ શાહીબાગ ઓસવાલ ભવન ખાતે ચાર બેઠકો પર સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ તેમાં નરોડા, અસારવા, દરીયાપુર અને દાણીલીમડા બેઠક પર સેન્સ પ્રક્રિયા પૂર્ણ જેમાં ચારેય બેઠકો પરથી 200 થી વધુએ દાવેદારી નોંધાવી BJPએ તમામ રેકોર્ડ તોડી ભવિષ્ય જીત મેળવવા આશા વ્યક્ત કરી
Advertisement
Tags :
Advertisement

.